ભરૂચ ઝઘડિયા બાર એસો.ની એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ

દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે, અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પર થતાં હુમલાને ધ્યાને રાખી સુરક્ષાના હેતુથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા તંત્રને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન કેજે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે સ્થાપિત થયું છેત્યારે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પર થતાં હુમલાને ધ્યાને રાખી સુરક્ષાના હેતુથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ રજૂઆતમાં જણાવ્યું હતું કેએડવોકેટ્સ આપણા કાનુની પ્રણાલીનો અભિન્ન ભાગ છે.

જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છેઅને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે. હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કેગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કેવકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે. જો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીંત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની એક જ દિવસે અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆત ધ્યાને લઈ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories