New Update
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આજે વહેલી સવારે 4.12 વાગ્યે ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલીતાણા, સિહોરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું છે.