વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા બજાવતા ડો. વી.જે.સોમાણી નિવૃત થતાં, તેમના સ્થાને ડાંગના ડો. દીપક ભોયેની વરણી થવા પામી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ સભાના ઠરાવ નં. ૮૯, તા. ૩૦/૫/૨૦૨૩થી ગત તા. ૧૫મી જૂનથી વિભાગના અધ્યક્ષ તરીકેનો ચાર્જ ડો. દીપક ભોયેને સોંપવામાં આવ્યો છે. ડો. દીપક ભોયે (ગામ: ખાંભલા, તા.સુબિર) છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ અભ્યાસ વિભાગમાં કાર્યરત છે. જેઓ વિવિધ સેનેટ સભ્ય, અધર ધેન ડીન, એકેડેમિક કાઉન્સિલના સભ્ય, ચેરપર્સન-સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીસ, કોર્ડીનેટર (સ્વનિર્ભર પ્રોગ્રામ : બી.આર.એસ., એમ.આર.એસ.(એસ.ડી.), નોડલ ઓફિસર ફોર સિડયુલ્ડ ટ્રાઈબ સ્ટુડન્ટ્સ, તેમજ અન્ય વિવિધ સમિતિઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે. તેમના વિશેષ હોદ્દાઓ અને કાર્યોથી સમસ્ત ડાંગ જિલ્લો આનદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
VNSGUના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના અધ્યક્ષ તરીકે ડાંગના ડો. દીપક ભોયેની વરણી...
ડો. દીપક ભોયે (ગામ: ખાંભલા, તા.સુબિર) છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ અભ્યાસ વિભાગમાં કાર્યરત છે
New Update
Latest Stories