ગુજરાતમાં SIR ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરાઇ જાહેર

ગુજરાતમાં SIR (Special Intensive Revision) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે (19 December) જાહેર કરાયેલી આ

New Update
deccanherald_2025-12-19_gy1ll0pu_file83pu4q9zgugd2smpokd

ગુજરાતમાં SIR (Special Intensive Revision) ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શુક્રવારે (19 December) જાહેર કરાયેલી આ યાદીમાં 4.34 Crore મતદારો માન્ય (Valid) જણાયા છે. અગાઉ મતદારોની સંખ્યા 5.08 કરોડ હતી, જેનો અર્થ છે કે SIR પ્રક્રિયા દરમિયાન આશરે 74 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 5 કરોડ 8 લાખ 43 હજાર 436 મતદારોમાંથી 4 કરોડ 34 લાખ 70 હજાર 109 મતદારો જ માન્ય ઠર્યા છે. આમ, પ્રક્રિયા દરમિયાન કુલ 73 લાખ 73 હજાર 327 મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.

  • દાવા અને આપત્તિનો સમયગાળો: 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી ખુલ્લો રહેશે.

  • નવું નામ ઉમેરવા માટે: જેમના નામ યાદીમાં નથી, તેઓ આધાર કાર્ડના પુરાવા સાથે Form-6 ભરીને નામ નોંધણી માટે અરજી કરી શકે છે.

  • ચેતવણી: એક કરતાં વધુ જગ્યાએ મતદાર તરીકે નામ નોંધાયેલું હોવું એ શિક્ષાપાત્ર ગુનો છે. ચૂંટણી પંચે અપીલ કરી છે કે નાગરિકો આ સમયગાળા દરમિયાન પોતાની વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરી લે.

27 ઓક્ટોબરથી SIR અભિયાન ચલાવવામાં આવ્યું હતું

ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજ્યભરમાં 27 ઓક્ટોબરથી SIR અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફોર્મ જમા કરાવવા માટે વધારાનો સમય મળી રહે તે હેતુથી ગણતરી (Enumeration) ની પ્રક્રિયા ત્રણ દિવસ વધારીને 14 ડિસેમ્બર સુધી કરવામાં આવી હતી.

રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 182 વિધાનસભા મતવિસ્તારોમાં ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે બૂથ લેવલ ઓફિસર (BLO) અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) વચ્ચે બેઠકો યોજવામાં આવી હતી. ત્યારબાદ, મતદાર યાદીઓને સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ અને CEO Gujarat ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

નામ કમી થવાના મુખ્ય કારણો:

અંતિમ ચકાસણી દરમિયાન નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:

  • મૃત મતદારો: 18,07,277

  • નોંધાયેલા સરનામે ન મળેલા મતદારો: 9,69,813

  • કાયમી ધોરણે સ્થળાંતર કરનારા મતદારો: 40,26,010

  • ડુપ્લીકેટ (બેવડા) મતદારો: 3,81,534

CEO સીઈઓ ઓફિસે જણાવ્યું હતું કે ગુજરાતે ખાસ સઘન સુધારણા અભિયાનમાં મજબૂત પ્રદર્શન કર્યું છે, જેનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલાં સ્વચ્છ, સચોટ અને સમાવિષ્ટ મતદાર યાદી તૈયાર કરવાનો છે. 

Latest Stories