Connect Gujarat
ગુજરાત

કોરોનાના નવા કેસોના પગલે સરકાર જાગી,રાજ્યની તમામ હોસ્પિટલો એલર્ટ મોડ પર

કોરોનાના નવા કેસોના પગલે સરકાર જાગી,રાજ્યની તમામ હોસ્પિટલો એલર્ટ મોડ પર
X

કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં બે કોરોનાનાં બે કેસોના પગલે હવે અમદાવાદમાં પણ કોરોનાને પગલે સાવચેતી લેવામાં આવશે. આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. જો કે કોરોનાના કેસો વધે તો હવે અમદાવાદમાં તમામ હોસ્પિટલો સજ્જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ પ્રકારની તૈયારીઓ છે. કોરોના કેસો વધે તો હોસ્પિટલમાં બેડ, દવાઓ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કોઈ કોરોનાના કેસો આવે તો તેને જીનેમ સિકવનસ માટે લેબોરટરીમાં મોકલી આપવામાં આવશે.

Next Story