/connect-gujarat/media/media_files/2025/10/19/thundering-1280x720-2025-10-19-10-06-15.jpg)
દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. હવામાન વિભાગે આગામી 19 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાન થવાનો ભય છે. દરમિયાન, 20, 21 અને 22 તારીખે પણ વરસાદની વધુ સંભાવના રહેશે. રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં વરસાદની સંભાવના: ખેડૂતોને ચિંતા
દિવાળી અને નૂતન વર્ષના તહેવારનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વિભાગે આગામી 19 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આગાહી મુજબ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વરસાદ ખાસ કરીને ખેડૂતોના હાલમાં તૈયાર થઈ રહેલા ડાંગર સહિતના પાકને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તહેવારના સમયે જ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અને તેમને પાક બચાવવા માટે જરૂરી પગલાં લેવાની ફરજ પડી છે. હવામાન વિભાગે 20, 21 અને 22 તારીખે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની વધુ સંભાવના દર્શાવી છે.