/connect-gujarat/media/media_files/2024/11/18/xml6ksMjbbFQKQzhGD8p.jpg)
ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી છે.કચ્છના રાપર પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાપરથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જે ધરતીકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે.
થોડા દિવસ અગાઉ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. પાલનપુર, વડગામ, ડીસા સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી છે. 4.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, મહેસાણામાં રાત્રે 10.15 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, આપને જણાવીએ કે, કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મી. દૂર નોંધાયો હતો