New Update
/connect-gujarat/media/post_banners/db8105f6a3df70fc74611a902e887a908904d48f5b485a84dd13bf910e6e5ea0.webp)
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સજોડે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. મંત્રી ડૉ. કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવનો જલાભિષેક કર્યો હતો. દર્શન બાદ તેઓએ સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો. તેમની સાથે તેઓના ધર્મ પત્ની તેમજ સ્નેહીઓ સોમેશ્વર મહાપૂજામાં જોડાયા હતા. સોમનાથ મંદિરના મુખ્ય પુજારી શ્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે તેઓને મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સ્મૃતિ ભેટ આપી મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું.