બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે આજે ચૂંટણી

બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે આજે ચૂંટણી
New Update

બનાસકાંઠાની બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે આજે ચૂંટણી યોજાશે. વર્તમાન ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઇ દેસાઇની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ચૂંટણી યોજાશે. ચેરમેન બનવા સહકારી આગેવાનોએ ભાજપનું મેન્ડેડ મેળવવા લોબિંગ કર્યું છે.

અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે. બનાસ ડેરીના ચેરમેન પદનું મેન્ડેટ કોને આપવું તે ભાજપ માટે એક મોટો સવાલ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન છે.તાલુકા સંઘ જિલ્લા સંઘ માર્કેટ યાર્ડની ચેરમેનની વરણીમાં ભાજપે મેન્ડેટ આપ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને લઇ ચેરમેન તરીકે શંકર ચૌધરી રીપિટની શક્યતા જ્યારે વાઇસ ચેરમેન બદલાય તેવી શક્યતા છે.

બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 15 હજાર કરોડથી વધારે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુ પાલકનાં ખાતામાં જમા થાય છે. બનાસ ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ આવે છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.

ગલબાભાઈ પટેલે ગામડાંઓના ખેડૂતો અને પશુપાલકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચુ લાવવા પ્રયાસ કર્યા હતા. તેઓએ ખેડા જિલ્લાનાં દૂધ સહકારી માળખા અમૂલ પેટર્ન આધારિત સહકારી દૂધ સંઘનું સર્જન બનાસકાંઠા જિલ્લામાં કર્યું હતું. તેઓએ કઠોર પરિશ્રમ કરી જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામમાં દૂધ સહકારી મંડળીઓ શરૂ કરી તેમનું દૂધ એકત્રિત કરી 1966થી દૂધસાગર ડેરી,મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ 1969માં થઇ હતી. જેને આપણે બનાસ ડેરી તરીકે ઓળખીયે છીએ.

#India #ConnectGujarat #Banas Dairy #Chairman #Vice Chairman
Here are a few more articles:
Read the Next Article