/connect-gujarat/media/post_banners/4a18ebc9b3b475461e65f4a3c0debcde5f60d42ead987e122c0ded491a4926a2.jpg)
આમ તો, સમગ્ર ગુજરાત રાજ્યમાં મેળાઓ તો ઠેકઠેકાણે ભરાય છે. પરંતુ રાજ્યમાં એક એવો પણ મેળો યોજાય છે, જે બધાથી અલગ સાબિત થયો છે. સાથે જ આ મેળો "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના વિચારને પણ મૂર્તિમંત કરે છે. આ મેળો એટલે માધવપુર ઘેડનો મેળો. સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા દેશભરમાંથી શ્રી કૃષ્ણના ભક્તો એકઠા થાય છે, અને માનવ મહેરામણ સર્જાય છે, જે મેળાનો અભૂતપૂર્વ સ્વરૂપ ધારણ કરે છે.