Connect Gujarat
ગુજરાત

એકલા હાથે ચૂંટણી લડી રહેલા આ અપક્ષ ઉમેદવારની ચૂંટણી પ્રચાર સ્ટાઈલ સૌને ગમી ગઈ!

એકલા હાથે ચૂંટણી લડી રહેલા આ અપક્ષ ઉમેદવારની ચૂંટણી પ્રચાર સ્ટાઈલ સૌને ગમી ગઈ!
X

હાથમાં ગલ્લો લઈને ચૂંટણી ફંડ પણ ઉઘરાવે છે

સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે. અપક્ષ ઉમેદવાર લોકો પાસે ઉમેશ પટેલ મતની સાથે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગી રહ્યા છે અને લોકો પણ તેમને હોંશે હોંશે ફંડ આપી રહ્યા છે.

દેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત જ માગતા હોવાની અપીલ કરતાં જોવા મળ્યા હશે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેઓ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માગી રહ્યા છે. અને લોકો પણ હોંશે હોંશે આ અપક્ષ ઉમેદવારને ફંડ પણ આપી રહ્યાં છે.

ઉમેશ પટેલે ભાજપ-કોંગ્રેસને હંફાવ્યા હતા

વર્ષ 2019 માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે. 2019 ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતાં. પરંતુ માત્ર 1 લાખ 37 હજાર નું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20 હજારથી વધુ મતો મળ્યા હતા. આથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા.

દીવ દમણ લોકસભા બેઠક પર ત્રિપાખિયો જંંગ

આ નાની લોકસભા બેઠક પર ત્રણેય ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. તો 2019માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019ની જેમ જ આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાવવા જઈ રહ્યો છે.

Next Story