જીએસટી રજીસ્ટ્રેશન માટે ચહેરાની ઓળખ પણ દર્શાવવી પડશે

જીએસટી રજીસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વધુ સચોટ બનાવવા માટે આધાર કાર્ડ આધારિત ચહેરાની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે જીએસટી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઝડપી બનશે

New Update
જીએસટી રજીસ્ટ્રેશન

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નું રજિસ્ટ્રેશન લેનારાઓએ હવે બાયોમેટ્રિક્સ ઓળખમાં ચહેરો પણ દર્શાવવો પડશે.અત્યાર સુધી ફિંગર પ્રિન્ટ અને આંખની કીકીની ઇમેજ લેવામાં આવતી હતી. હવે અરજી કરનાર નો ચહેરો લેવામાં આવશે અને અરજી કરનારે પોતે જીએસટી કચેરીમાં હાજર પણ રહેવું પડશે.

બોગસ બિલિંગના કેસો રોકવા માટે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય કરવેરા ભવન ખાતે એક પત્રકાર પરિષદ ને સંબોધન કરતાં જણાવ્યું હતું. 

વધુમાં કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે જીએસટી રજીસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વધુ સચોટ બનાવવા માટે આધાર કાર્ડ આધારિત ચહેરાની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે જીએસટી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઝડપી બનશે. નવા રજીસ્ટ્રેશન મેળવવામાં ઓછો સમય લાગશે. બોગસ બિલિંગ ની પ્રક્રિયા પર રોક લગાવવામાં સફળતા મળશે.

Latest Stories