Connect Gujarat
ગુજરાત

ગાડી, રિક્ષામાં ગેસ ભરાવી લેજો..! દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે CNG પંપોની હડતાળ, ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશને લીધો નિર્ણય

ગાડી, રિક્ષામાં ગેસ ભરાવી લેજો..! દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે CNG પંપોની હડતાળ, ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશને લીધો નિર્ણય
X

સુરતમાં CNG પંપોના માલિકો આવતીકાલે હડતાળ પર ઉતરશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો હડતાળ કરશે. CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ આવતીકાલે હડતાળ પર ઉતરશે. CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે તેવું પણ જણાવ્યું છે. આગામી 16મી ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. ઓઇલ કંપનીએ કમિશનમાં વધારો ન કરતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવું ડીલર્સ એસોસિએશને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 400 જેટલા CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને દક્ષિણ ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો આવતીકાલે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story