New Update
/connect-gujarat/media/post_banners/9e8a9fba00b2bc085ae3d3a957c846120b20e3c040ef480faed61d579436dc40.jpg)
ગુજરાત પર ગત સપ્તાહમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે. જેમાં 15 એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ 16 એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે.ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે.
જે આગામી 3-4 દિવસ સુધી રહેશે. ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર બે ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે.આજરોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે.કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે