પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે આખો મામલો

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CAની પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે આખો મામલો
New Update

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક ગોટાળા સામે આવ્યા છે.

સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપની બનાવી નાણાકીય ગેરરીતિ આચરતા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છેવિપુલ ચૌધરી પર 17 બોગસ કંપની બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો છે આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે. વે વિપુલ ચૌધરીની ધરપકડના પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ છે. નાણાકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું. મહત્વનું છે કે, અર્બુદા સેના બનાવી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

#ConnectGujarat #police #arrested #Former Home Minister Vipul Chaudhary
Here are a few more articles:
Read the Next Article