મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત

New Update
મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત

મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે.

Advertisment

પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે અથડાઈ હતીકાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કારે કાબુ ગુમાવ્યો અને બસ સાથે અથડાઈ. જેના કારણે કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પાલઘર પોલીસે અકસ્માતની જાણકારી આપી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારને બસની નીચેથી બહાર કાઢી હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. માર્ગ અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. આ ઘટના સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે બની હોવાની આશંકા છે.

મૃતકોના નામ

ઈસ્માઈલ દેસાઈ

ઈબ્રાહીમ દાઉદ

એશિયા કલેક્ટર

મોહમ્મદ હાફેસજી (ડ્રાઈવર)

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories