/connect-gujarat/media/post_banners/3361a2773c661e7e5ea77f9f02a66baf3fe541416ac07b9b26ba7524d6b83c3e.webp)
અમદાવાદના માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છે. આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે. આ સાથે કહ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે અહી એડવોકેટ જનરલે કહ્યું કે, અત્યાર સુધી 50 કે તેનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે ઉમેર્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે...