આજથી PM મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, 15, 670 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.૧૯ ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે

આજથી PM મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે, 15, 670 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
New Update

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.૧૯ ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતેઆવી રહ્યા છે ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરશે અને ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી રાજકોટના અનેક નાગરિકોનું ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી 2 રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.તા.૧૯ મી ઑક્ટોબરે સવારે ૯:૪૫ કલાકે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૧૫ કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે ૬ કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-૨૦૨૨નું ઉદ્દઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે ૭:૨૦ કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

તા.૨૦મી ઑક્ટોબરના સુચિત કાર્યક્રમની વિગત આપતા મંત્રી વાઘાણીએ કહ્યુ કે, સવારે ૯:૪૫ કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે અને બપોરે ૧૨ કલાકે વડાપ્રધાન કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે ૩:૪૫ કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, PM મોદી મિસિંગ લિંક્સના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૩ જિલ્લાઓમાં કુલ ૨૭૦ કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.

#Gujarat #ConnectGujarat #PM Modi #development projects
Here are a few more articles:
Read the Next Article