ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, દસ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા

આણંદથી તળાજા તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એસ.ટી. બસે અડફેટે લેતા એકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોટ નીપજ્યું જ્યારે દસ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે.

New Update
nfff

આણંદથી તળાજા તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એસ.ટી. બસે અડફેટે લેતા એકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોટ નીપજ્યું જ્યારે દસ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે.

આણંદથી તળાજા તરફ ધાર્મિક યાત્રા પર નીકળેલા આશરે 25 જેટલા પદયાત્રીઓનો ટોળો ભાવનગર- તળાજા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન, પુરપાટ ઝડપે દોડી રહેલી એસ.ટી. બસના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી.
બસની ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓ સાથે રહેલું સહાયક વાહન પણ તેની ઝપેટમાં આવી ગયું. ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories