Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ એલિસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

X

બ્રિટીશ હાઈ કમિશનર મળ્યા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને

સીએમ સાથે કરી ગુજરાતના વિકાસની ચર્ચા

સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાત લેવા આપ્યુ આમંત્રણ

ભારત ખાતેના બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.

ભારત ખાતેના બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને વર્તમાન સ્થિતિ અને ગુજરાતના વિકાસ બાબતે ચર્ચા કરી હતી.આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના યજમાનપદે યોજાનારી G-20 સમિટની ૧પ જેટલી વિવિધ બેઠક ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઈકમિશનરને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા

Next Story