Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી...

X

મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી કરી જાહેરાત

ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં નવુ કદમ

વિન્ડ, સોલાર, હાઇબ્રીડ ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ સ્થપાશે

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરશે. આ પોલીસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્ડપ અને વિન્ડસ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે.

આ નવીન પોલીસીના કારણે અંદાજે 5 લાખ કરોડ રૂપિયાના રોકાણોની સંભાવના છે. ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે, ત્યારે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 સંદર્ભે નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

Next Story