ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો...

ગુજરાત | સમાચાર, ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

New Update

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રીએ બેઠક યોજી

અસરગ્રસ્ત 7 જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ યોજી

રાહત અને બચાવની કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું

સફાઈદવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવા સૂચન

NDRF અને SDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે રાહત-બચાવની કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્યઅન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી હતી.

તેમણે પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ સફાઈદવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ હાથ ધરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મુખ્યંમત્રીએ વરસાદને પરિણામે જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છેત્યાં સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર દ્વારા ચાલી રહેલ કામગીરીની વિગતો મેળવી હતી. તેમણે નુકસાનના કારણે બંધ થયેલા માર્ગો પરની આડશો હટાવી ત્વરાએ પુનઃ વાહન વ્યવહારયુક્ત બને તે માટે JCB સહિતની મશીનરી કામે લગાડવા માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયોડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કેભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરીને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાનમાલની સલામતીના પગલાં લેવા માટેની તાકીદ પણ કરી હતી.

Latest Stories