/connect-gujarat/media/post_banners/15eb5c7f8d9d683486ef26436567132ceafad26ae481c54f5dc484d650f684d7.webp)
રાજ્યમાં એક તરફ નવી જંત્રીનો અમલ હજુ પાછો લઇ જવા રજૂઆત થઇ રહી છે બીજી તરફ દર વધે તે પહેલાં દસ્તાવેજોની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં રીતસરની લાઇનો લાગી રહી છે ત્યારે સરકાર હવે મુદતમાં વધારો નહીં કરવા માટે મક્કમ છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 15મીથી જંત્રીના નવા દરો અમલમાં આવી જશે.
રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરી 2023ના રોજ જંત્રીના દરોમાં બમણો વધારો કરીને નવી જંત્રી 5મી ફેબ્રુઆરીથી જ લાગુ કરવાની જાહેરાત કરી હતી.રાતોરાત જાહેર કરાયેલા આ નિર્ણયનો વ્યાપક વિરોધ થતાં અને બિલ્ડરો તરફથી રજૂઆતો કરાતા નવી જંત્રી અમલી બનાવવા માટે મુદત આપવામાં આવી હતી અને 11મી ફેબ્રુઆરીએ સરકાર દ્વારા અમલ મોકૂફ રાખી 15મી એપ્રિલથી જંત્રીના નવા દરો અમલી બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ જંત્રીના ભાવ વધે અને સ્ટેમ્પ ડ્યૂટીનો વધારે ખર્ચ કરવો પડે તે પહેલાં દસ્તાવેજ નોંધાવવા માટે મિલકતધારકોનો રાજ્યભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળે છે.