Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..!

ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે.

X

ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે જેને લઇને વાહન ચાલકો ખુશ થયા છે.

રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, RTOમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીના વ્હીકલ નંબર ઇચ્છતો હોય છે, ત્યારે હવે વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે. નવા વાહન માટે જૂનો નંબર માન્ય ગણાશે. કોઈપણ વ્યક્તિ વાહન વેચી શકે છે, અને તેનો નંબર પોતાની પાસે પણ રાખી શકે છે. જોકે, જે તે વાહન નંબર પોતાની પાસે રાખવા માટે તેનો ચાર્જ પણ લેવામાં આવશે. ઉપરાંત સ્ક્રેપ વાહન થાય તો પણ નંબર પોતાની પાસે રાખી શકાશે. ગોલ્ડન નંબર, સિલ્વર નંબર પ્રમાણે ચાર્જ લેવાશે, ત્યારે વાહન વ્યવહાર મંત્રી દ્વારા અરજદારોની રજૂઆતોને ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ હવે વ્હીકલ નંબર રીટેન્શનની પોલીસી અમલમાં મુકવામાં આવશે. આ પોલીસીમાં વાહન માલીક 2 કિસ્સામાં તેના વાહન નંબર રીટેન્શન કરી શકશે. વાહન માલિક પોતે વાહન નંબર પોતાના દ્વારા ખરીદેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે, તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનનો માલિકી એક જ વ્યક્તિ હોવો જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રીટેન કરવાનો છે, તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જરૂરી છે.

Next Story