Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનું આયોજન, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રહ્યા ઉપસ્થિત

રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવઓ અને અધિકારીઓ હાજરી આપશે.

X

ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાન હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ અનુભવના આદાન-પ્રદાન માટે 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે.નિરાલાએ કરાવ્યો હતો. રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવઓ અને અધિકારીઓ હાજરી આપશે. આ કોન્કલેવમાં તેમના રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” માટે થયેલા શ્રેષ્ઠ પ્રયાસો, અમલીકરણ ડિઝાઈન, પડકારો, સીમાચિહ્નો અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવનાર છે.

Next Story