/connect-gujarat/media/media_files/2025/11/11/cm-2025-11-11-19-56-32.jpg)
ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામ ખાતે શ્રી વીર વેલુડા સેવા મંડળ દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવ અવસરે આયોજિત દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સહભાગી થઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામ ખાતે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થયા હતા. આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા "સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ"નો કાર્યમંત્ર સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવ અવસરે આયોજિત ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાકાર થયો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, વીર વેલુડા મહારાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને સોજા ગામની રક્ષા કરી હતી. આજે સોજા ગામના શ્રી વીર વેલુડા સેવા મંડળના દરેક ઉંમર, દરેક જાતિ, દરેક વર્ગના લોકો ખભેખભા મિલાવીને સમરસતાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકતાના બળે સોજા ગામ વડાપ્રધાનના "વિકાસ ભી, વિરાસત ભી"ના મંત્રને સાકાર કરી રહ્યું છે.