ગાંધીનગર : 17મા ત્રિદિવસીય ફાર્માટેક-લેબ ટેક એક્ષ્પો-2024નો ગૃહ રાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના હસ્તે શુભારંભ

સમાચાર: ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 17માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-2024નો શુભારંભ પ્રદર્શનોની

New Update

ત્રિદિવસીય 17માં ફાર્માટેક-લેબ ટેક એક્ષ્પો-2024નો શુભારંભ

આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરાવ્યો એક્ષ્પોનો પ્રારંભ

મંત્રીએ એક્સપોનો શુભારંભ કરી પ્રદર્શનોની મુલાકાત લીધી

એક્ષ્પોમાં 400થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો-મશીનરી રજૂ

ફાર્મા ક્ષેત્રના અનેક સાહસિકો-વિદ્યાર્થીઓ એક્ષ્પોની મુલાકાત લેશે

ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 17માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-2024નો શુભારંભ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. આગામી તા. 10 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્ષ્પો અને લેબટેક એક્ષ્પોની 17મી આવૃત્તિનું થીમ નવીનતાટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત છે. આ એક્ષ્પોમાં 400થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો-મશીનરી રજૂ કરશે. એક્ષ્પોની અંદાજે 20 હજારથી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો-વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. આ સાથે જ આરોગ્ય મંત્રીએ નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

Latest Stories