બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને બીજેપીથી રાજ્યસભા સાંસદ સુશીલ મોદી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રેસવાર્તા યોજી બજેટ તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બિહાર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ આવ્યા હતા, જ્યાં તેઓએ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ સાથે જ તેઓએ બજેટ અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા. બજેટ અંગે સુશીલ મોદીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તે દૂરદર્શી બજેટ છે. જે આત્મનિર્ભર ભારતનું રોડમેપ દર્શાવે છે. સમાજના દરેક વર્ગને આ બજેટમાં આવરી લેવાયા છે. આમ આ બજેટ સર્વગ્રાહી છે. આ બજેટમાં 2 મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેના ભવિષ્યમાં દેશને ઘણા લાભ થશે. બજેટમાં 10 લાખ કરોડ રૂપિયાના મૂડીગત સંસાધનોના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ઇન્ફાસ્ટ્રકચરને મજબૂતી મળશે. આઝાદી પછી પહેલી વખત ઇન્ફાસ્ટ્રકચર પર 1 વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ મુક્ત લોન આપવામાં આ. તેમ આ સિવાય 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા અલગથી રાજ્યોના નિર્માણ કાર્ય માટે આપવામાં આવશે.