ગીર : પાટનગર તાલાલામાં સામુહિક કેન્દ્રમાં દર્દીઓને હાલાકી

તાલાલામાં 6 માસ પૂર્વે મળેલ બેઠક માં લેવાયેલ નિર્ણય નવી હોસ્પિટલની કામગીરી દરમિયાન વૈકલ્પિક હોસ્પિટલ શરૂ કરવાના નિર્ણયની અમલવારી કરવામાં નહીં આવતા તાલાલા વિસ્તારની ગ્રામીણ પ્રજા ચિંતામય બની ગઈ છે

New Update

માસ પહેલા મળેલ બેઠકમાં થયેલ નિર્ણય કાગળ ઉપર

તાલાલામાં સામુહિક કેન્દ્રમાં દર્દીઓને હાલાકી

વૈકલ્પિક હોસ્પિટલ શરૂ કરવા ઉઠી પ્રબળ માંગ

આવનારા ચોમાસાને લઈ દર્દીઓને પડશે મુશ્કેલી

45 ગામના ગરીબ દર્દીઓની હાલત બનશે કફોડી

તાલાલામાં 6 માસ પૂર્વે મળેલ બેઠક માં લેવાયેલ નિર્ણય નવી હોસ્પિટલની કામગીરી દરમિયાન વૈકલ્પિક હોસ્પિટલ શરૂ કરવાના નિર્ણયની અમલવારી કરવામાં નહીં આવતા તાલાલા વિસ્તારની ગ્રામીણ પ્રજા ચિંતામય બની ગઈ છે.તાલાલા પંથકના 45 ગામની દોઢ લાખ માનવ વસ્તીને આરોગ્ય સેવા આપતી ગીરના પાટનગર તાલાલા શહેરની ખખડધજ સરકારી હોસ્પિટલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ અદ્યતન રૂ.કરોડ 50 લાખના ખર્ચે નવનિર્મિત બનાવવાની કામગીરી દરમ્યાન દર્દીઓને સરળતાથી આરોગ્ય સેવા મળતી રહે માટે વૈકલ્પિક હોસ્પિટલ શરૂ કરવા સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાન બારડ ની ઉપસ્થિતિમાં માસ પૂર્વે મળેલ બેઠક માં લેવાયેલ નિર્ણયની અમલવારી કરવામાં નહીં આવતા તાલાલા વિસ્તારની ગ્રામીણ પ્રજા ચિંતામય બની ગઈ છે.

નવી હોસ્પિટલનું બાંધકામ લાંબો સમય ચાલશે. આ દરમ્યાન 45 ગામની ગ્રામીણ પ્રજાની આરોગ્ય સેવા અવિરત ચાલુ રહે માટે તુરંત વૈકલ્પિક હોસ્પિટલ શરૂ કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.તાલાલા હોસ્પિટલમાં દરરોજ 350 થી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવે છે તેમજ હોસ્પિટલમાં દરરોજ છ થી સાત ડિલેવરી તથા સાત થી આઠ નાનાં મોટાં ઓપરેશનો થતાં હોય તાલાલા પંથકના ૪૫ ગામો માટે હોસ્પિટલ આશીર્વાદરૂપ છે.

ત્યારે આ અંગે તાલાલા નગરપાલિકા ના પ્રમુખ અમિત ઉનડકટે જણાવ્યું હતું કેસરકારી હોસ્પિટલ નું વૈકલ્પિક જગ્યા માં સ્થળાંતર થાય તે માટે સ્થાનિક પાલિકા તંત્ર પણ ચિંતિત છે. અને પાલિકા હસ્તક ની શાળા બિલ્ડીંગ આપવા તૈયારી દર્શાવેલ પરંતુ શિક્ષણ વિભાગ ના અધિકારીઓ ની અદોડાઈ ને કારણે આ વાત અટકી છે. આ મામલે જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી છે અને ટુક સમય માં ઉકેલ આવી જશે. જો હયાત હોસ્પિટલને વૈકલ્પિક હોસ્પિટલના સ્થળે તાકિદે સ્થળાંતર કરવામાં નહીં આવે તો પરિણામે 45 ગામના ગરીબ દર્દીઓની આરોગ્ય સેવા ખોરવાઈ જવાની ભીતી વ્યક્ત થઈ રહી છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં વિના વિલંબે અમલવારી કરવા બુલંદ લોક માંગણી ઉઠી છે.

#તાલાલા #પાટનગર #સામુહિક કેન્દ્ર
Here are a few more articles:
Read the Next Article