Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : આવતીકાલે ભક્તો નહીં કરી શકે સોમનાથ દાદાના દર્શન, વાંચો વાવાઝોડાના કારણે કેવા નિર્ણય લેવાયા..!

ગીર સોમનાથ : આવતીકાલે ભક્તો નહીં કરી શકે સોમનાથ દાદાના દર્શન, વાંચો વાવાઝોડાના કારણે કેવા નિર્ણય લેવાયા..!
X

સોમનાથ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો,ત્રિવેણી સંગમ, પ્રાચી ખાતેના મંદિરો દર્શનાર્થીઓ માટે આવતીકાલે બંધ રેહશે.

બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરો ને ધ્યાને લઈને સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલે તા.15/06/23 અને ગુરુવાર ના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર જેમાં શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. તમામ મંદિરોનો પૂજાક્રમ નિયત પ્રણાલિકા અનુસાર રહેશે. સાથેજ શ્રી સોમનાથ મંદિર, ભાલકા મંદિર, અને શ્રી નૂતન રામ મંદિર ના લાઈવ દર્શન શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબ સાઈટ somnath.org પરથી તેમજ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા હેન્ડલ પર કરી શકાશે.

Next Story