જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે.પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, સહિતના મહાનુભવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર, તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ: સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશહરા પર્વની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે.