ગીર સોમનાથ રૂ. 50 લાખથી વધુના ખર્ચે થયેલ વેરાવળ પાલિકા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ..!

પ્રિ-મોન્સુન કામગીરીના પોકળ દાવાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. નગર પાલિકા તંત્ર દ્વારા રૂ. 50 લાખથી વધુના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી છે. સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે

New Update

વેરાવળમાં પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ

સામાન્ય વરસાદમાં પણ રસ્તે ફરી વળતાં ગટરના પાણી

પાલિકાના પાપે નર્કાગાર સ્થિતિમાં રહેતા સ્થાનિકોમાં રોષ

પ્રિ-મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

મુખ્ય ગટરની સારી રીતે સાફ-સફાઈ કરાય : ચીફ ઓફિસર 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં પાલિકા તંત્ર દ્વારા રૂ. 50 લાખથી વધુના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. 

આ દ્રશ્યો છેગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના ગુલાબ નગરશાંતિનગર સહિતના 5થી વધુ સોસાયટી વિસ્તારના કેજ્યાં 25 હજારથી વધુ નાગરિકો વસવાટ કરે છે. અહીં પાલિકા તંત્ર દ્વારા કરાયેલ પ્રિ-મોન્સુન કામગીરીના પોકળ દાવાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા રૂ. 50 લાખથી વધુના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી છે.

પરંતુ પ્રતિવર્ષની જેમ પ્રિ-મોન્સુન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોવાનો પુરાવો પ્રભાસ પાટણમાં જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની મુખ્ય ગટરના આ દ્રશ્યો છે. જેમાં પાલિકા તંત્ર દાવો કરી રહી છે કેઅમે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આ ગટરની સાફ-સફાઈ કરી છે.

પરંતુ આ ગટરના દ્રશ્યો જ ચાડી ખાઈ રહ્યા છે કેપાલિકા તંત્ર એ કામગીરી તો કરી છે. પરંતુ માત્ર કાગળ પર જ. મુખ્ય ગટરની સાફ-સફાઈના અભાવે અહીં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. ગટરના ગંદા પાણી 2-3 દિવસ સુધી રોડ પર યથાવત રહે છે. નર્કાગાર જેવી સ્થિતિમાં આ વિસ્તારના સ્થાનિકો સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

તો બીજી તરફસમગ્ર મામલે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યુ હતું કેઅહીના વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા મુખ્ય ગટરની ખૂબ જ સારી રીતે સાફ-સફાઈ કરવામાં આવી છેજ્યારે આ વિસ્તારમાં હજુ પણ ગટર જામ હોવાનું જણાવતા કામગીરી હજુ ચાલુ હોવાનું અને જો વધુ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ તો ચાલુ વરસાદે પણ કામગીરી કરવાની તેઓએ વાત રજૂ કરી હતી.

પરંતુ પાલિકાના પોકળ દાવા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોન્સુન કામગીરીના નામે માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ આચરવામાં આવે છેતે વાત વેરાવળ નગરપાલિકાએ સાબિત કરી હોય તેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકોને નર્કાગાર પરિસ્થિતીમાંથી ક્યારે છુટકારો મળશે તે હવે જોવું રહ્યું.

 

#ગીર સોમનાથ સમાચાર
Here are a few more articles:
Read the Next Article