ગીર સોમનાથ: ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડાયા

વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે.

New Update
ગીર સોમનાથ: ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફ્રૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડાયા

ગીરસોમનાથ વેરાવળ નજીકે આવેલ એક ખાનગી સ્કૂલમાં બપોરે નાસ્તો કર્યા બાદ અચાનક ધો. 1 થી 5 નાં બાળકોને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા બાળકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વેરાવળ નજીક આવેલ શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 1 થી 5 નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે. જ્યારે 5 થી વધુ બાળકોને વધુ અસર થવા પામી છે. ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય વિમલ ચુડાસમાને થતા તેઓ પણ આગેવાનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.