Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાંથી ફોન આવતા જ કોડીનારનું કોટડા ગામ હીબકે ચઢ્યું, જાણો સમગ્ર મામલો...

પાકિસ્તાનની જેલમાંથી આવેલા ફોને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામને હીબકે ચઢાવ્યું

X

પાકિસ્તાનની જેલમાં વધુ એક ભારતીય માછીમારનું મોત, જ્યારે અન્ય એક માછીમાર ઓક્સિજન પર હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, પાકિસ્તાનની જેલમાંથી આવેલા ફોને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામને હીબકે ચઢાવ્યું છે. 2 દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ ગામના યુવાને પોતાના ઘરે ફોન કરી જાણ કરી હતી કે, તેમના સાથી માછીમાર અને ગામના જ વતની જીતુ બારીયાનું અવસાન થયું છે. એટલું જ નહીં, અન્ય માછીમાર રામજી ચાવડા પણ હોસ્પિટલમાં ઓક્સિજન પર જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

જોકે, હાલ પાકિસ્તાનની જેલમાં કોડીનાર તાલુકાના કોટડા ગામના 44 જેટલા માછીમારો કેદ છે, ત્યારે પાકિસ્તાનની જેલમાં સ્થાનિક ભારતીય માછીમારનું મોત નિપજતા આખું હીબકે ચઢ્યું છે. સમગ્ર મામલે મહિલાઓએ સ્થાનિક આગેવાન બાબુ પટેલને મળવા પહોંચી માછીમારોને પરત લાવવા માંગ કરી હતી. તો બીજી તરફ પાકિસ્તાનની જેલમાં 600થી વધુ ભારતીય માછીમારો કેદ છે, જેમાં અનેક માછીમારો છેલ્લા 4-5 વર્ષથી કેદ હોવાથી આ માછીમારો વહેલી તકે મુક્ત થાય તેમજ મૃતક ભારતીય માછીમારનો મૃતદેહ પરત લાવવામાં આવે તેવી માછીમાર પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story