ગીર સોમનાથ : આજે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિનો મહાસાગર ઉમટ્યો

ટ્રસ્ટના માન. સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની આગેવાનીમાં પાલખી પૂજાથી યાત્રાનો પ્રારંભ થયો. મંદિર પરિસરમાં પ્રતિકૃતિ સ્વરૂપે પાલખી યાત્રા ફરતા હજારો ભક્તો જોડાયા.

New Update
vlcsnap-2025-08-04-21h32m52s341

ગીર સોમનાથ  શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તિની સરવાણી

વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખૂલતા જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા.

vlcsnap-2025-08-04-21h32m25s576

67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા અને 947 રુદ્રી પાઠ સહિત અનેકવિધ પૂજાઓ યોજાઈ.

સાંજે 7 વાગ્યા સુધી 68 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો.

vlcsnap-2025-08-04-21h32m41s143

ટ્રસ્ટના માન. સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની આગેવાનીમાં પાલખી પૂજાથી યાત્રાનો પ્રારંભ થયો. મંદિર પરિસરમાં પ્રતિકૃતિ સ્વરૂપે પાલખી યાત્રા ફરતા હજારો ભક્તો જોડાયા. મંદિર બહાર ભક્તો માટે ફરાળ-ભંડારા અને નિશુલ્ક ભોજનાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. વૃદ્ધો અને દિવ્યાંગો માટે ટ્રસ્ટ દ્વારા ઇલેક્ટ્રિક કાર્ટ, વ્હીલચેર અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી.

Latest Stories