ગીરસોમનાથ જીલ્લામાં દીપડાઓના વધતા ત્રાસના કારણે ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે ત્યારે સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ સાથે ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાવવામાં આવ્યું હતું.
ગીરસોમનાથ જિલ્લાના તાલુકાના ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમા જ કોડીનારના ઘાટવડ ગામે એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી.અહીં સિંહ અને દીપડાઓ મોડી રાત્રે ગામડાઓમા આવી રહયા છે તો વાડી વિસ્તારોમાં હવે રહેઠાણ કરી રહયા છે.અનેક એવા ગામો છે જયાં રાત થતા જ સિંહ અને દીપડો ઘુસી રહયા છે જો કે સરપંચો નું કહેવું છે કે સિંહ રોયલ પ્રાણી છે તેનાંથી અમને ડર નથી પરંતુ તેઓને દીપડાઓનો ડર સતાવી રહયો છે ત્યારે દીપડાઓના ત્રાસથી મુક્તિ આપવા સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ કરવામાં આવી છે.