આગામી બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનાર લીલી પરિક્રમાનું કરાશે આયોજન, તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ કરી

ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓની લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની

New Update
junagadh-lili-parikrama-36-km-stretch

ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી ગિરનાર પરિક્રમા અથવા ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓની લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તોને ગિરનારની પરિક્રમા કરવા પહોંચશે. જેને લઇને તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે. 

ગિરનારની પરિક્રમા કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આગામી બે થી પાંચ નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરાશે, નવા વર્ષમાં કારતક સુદ અગિયારસના રાત્રીના બાર વાગ્યાથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. તંત્ર દ્વારા ગિરનારની પરિક્રમામાં પહોંચવા માટે વધારાની એસટી વધારાઇ છે, એટલું જ નહીં એસટી અને રિક્ષા ભાડા પર નિયંત્રણ પણ જરૂરી છે. ગિરનારની પરિક્રમામાં જરૂર મુજબના સ્થળે વીજ પુરવઠાની વ્યવસ્થાનું પ્રશાસને આયોજન શરૂ કર્યું છે. બે નવેમ્બર પહેલા પરિક્રમા માટે ન પહોંચવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે. 

ગિરનાર પરિક્રમા 2025 તારીખ
ગિરનાર પરિક્રમાનો પ્રારંભ 2 નવેમ્બર, 2025 (કાર્તિક શુક્લ એકાદશી) ના રોજ થશે અને તે 5 નવેમ્બર, 2025 (કારતક પૂર્ણિમા) ના રોજ સમાપ્ત થશે. દર વર્ષે દેવ દિવાળીના પવિત્ર અવસરે આ પાંચ દિવસીય યાત્રાનું આયોજન થાય છે. આ સમયગાળા દરમિયાન ગીર જંગલ વિસ્તારનો આ માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.

Latest Stories