/connect-gujarat/media/post_banners/883dcb9b8bdb7b4018e2b301be1eb1a01260cabea1ba2afa1b03fdebccb7eec1.jpg)
ગોધરા શહેરમાં થયેલી ચોરીનો માલ ગોધરા પોલીસની ટીમે મધ્યપ્રદેશના એક ગામમાંથી રિકવર કર્યો છે. મામલે વધૂ તપાસ પણ હાથ ધરવા આવી છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલા બીએન ચેમ્બર્સમા ચોરીની ઘટના બની હતી. જેમા તસ્કરોએ ત્રણ દૂકાનોને નિશાન બનાવી હતી. જેમા ફોનવાલે નામની દૂકાનમાંથી એલઈડી ટીવીની ચોરી થઇ હતી. આથી દૂકાનમાલિક દ્વારા આ મામલે ફરિયાદ નોધાવી હતી. ચોરીની ઘટનાને લઈને પોલીસે તેનુ પગેરૂ શોધવા ટીમ બનાવી હતી. જેમા બાતમીદારો અને ટેકનીકલ સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામા આવી હતી.
જેમા તપાસ હાથ ધરાતા ચોરીના છેડા મધ્યપ્રદેશ સુધી પોહચ્યો હતો. પોલીસટીમ દ્વારા પાચ દિવસ મધ્યપ્રદેશમા રોકાઇને દેવાસ શહેર પાસે આવેલા એક ગામમા તપાસ ધરતા એક સ્કોર્પિયો ગાડીમાંથી એલઈડી ટીવી સહિત મોબાઈલ ફોનનો સામાન મળી આવ્યો હતો. પોલીસ તમામ મૂદામાલને જપ્ત કરી ગોધરા ખાતે લાવી હતી.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.