ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો

પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.

New Update
ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો
Advertisment

શહેરાના ગોકળપુરા ગામના માજી સરપંચના અંતિમ સંસ્કાર ભરવાડ સમાજના ઘરે કરવાની જીદ કરાતા પોલીસે સમજાવટ કરી હતી. જો કે લોકો ન સમજતા પોલીસ પર પથ્થરમારો થયો હતો જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે 8 ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. શહેરા SDMએ ગોકલપુરા સહિત 5 કિમી વિસ્તારમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરી છે. શહેરના ગોકલપુરા ગામના માજી સરપંચની ચંદુ ભરવાડ સહિત ત્રણ લોકો દ્વારા હત્યા કરવામાં આવતા ગોકલપુરા ગામમાં ભારે તંગદીલી સર્જાઈ હતી.

Advertisment

પૂર્વ સરપંચના હત્યારા પકડાય પછી જ મૃતદેહ સ્વીકાર કરવાની માંગ સાથે લોકોએ ગોકળપુરામાં રસ્તો રોકી દીધો હતો. આખરે પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની સમજાવટ બાદ તેઓ મૃતદેહ લેવા સંમત થયા હતા. બારીયા સમાજના લોકોએ મૃતદેહને ઉજડા ગામના ભરવાડના ઘરે લઈ જવાની માંગણી કરી અને ભરવાડના ઘરે મૃતદેહની અંતિમ વિધિ કરવાની માંગ કરતા મામલો બિચક્યો હતો.

જ્યારે ટોળાએ મૃતદેહને લઈ જવાની શરૂઆત કરી ત્યારે પોલીસે તેમને અટકાવતાં ભીડ વિખેરાઈ ગઈ હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે કોમ્બિંગ કરી 15 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યુ હતું.