ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ, જાણો શું છે આખો મામલો

જુનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે ઝડપાઇ ગયો છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા

author-image
By Connect Gujarat Desk
New Update

ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ

ગણેશ જાડેજાની ગોંડળથી પોલીસે કરી ધરપકડ

એનએસયુઆઈ શહેર પ્રમુખને માર મારવાનો છે કેસ

અપહરણએટ્રોસિટી સહિતની કલમ હેઠળનો કરાઇ ધરપકડ

ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો છે

જુનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે ઝડપાઇ ગયો છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂર્વે થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. નોંધનીય છે કે, તાજેતરમાં NSUI પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતુ. આ કેસમાં અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

#જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ #ગણેશ જાડેજા #ધારાસભ્ય #ગોંડલ
Here are a few more articles:
Read the Next Article