New Update
/connect-gujarat/media/media_files/gVgQtJvQULXKVbYY3FTX.jpg)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવ્રતેજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા રાજ્યવાસીઓને અપીલ કરી છે
10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરીકોને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે. દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલે સૌને અપીલ કરતાં કહ્યું છે કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ, નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો છે.