સાવરકાંઠા હિંમતનગરમાં GST વિભાગના દરોડા ટેક્સમાં ગોટાળાને લઈ કાર્યવાહી

અલગ અલગ ટીમો બનાવીને GST વિભાગના અધિકારીઓ  ત્રાટક્યા હતા. જેમાં કેટલાક રહેણાંકના સ્થળે શુક્રવારે પણ અધિકારીઓની ટીમો પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી

New Update
 GST વિભાગના દરોડા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં GST વિભાગના દરોડાની કાર્યવાહી કરાઈ છે. ફેક્ટરીમાં કરોડો રુપિયાના ટેક્સની ગોલમાલ કરી હોવાને લઈ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
નવ જેટલા ભાગીદારો અને ફેક્ટરી સાથે સંકળાયેલાઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ટીમો બનાવીને GST વિભાગના અધિકારીઓ  ત્રાટક્યા હતા. જેમાં કેટલાક રહેણાંકના સ્થળે શુક્રવારે પણ અધિકારીઓની ટીમો પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ ગોટાળાને લઈ કાર્યવાહીને લઈ ફફડાટ વ્યાપ્યો છે.
Latest Stories