ગુજરાત ATSના મહારાષ્ટ્રમાં દરોડા : ભિવંડીના ફ્લેટમાંથી અંદાજે રૂ. 800 કરોડના MD ડ્રગ્સ સાથે 2 શખ્સોને દબોચ્યા

Featured | દેશ | સમાચાર, ગુજરાત ATS દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો

New Update

કેમિકલ પ્રોસેસ વચ્ચે ગુજરાત ATSના મહારાષ્ટ્રમાં દરોડા

ભિવંડીમાં એક ફલેટમાં દરોડા પાડી આરોપીને દબોચ્યા

ગુજરાત ATS દ્વારા રૂ. 800 કરોડનું MD ડ્રગ્સ જપ્ત કરાયું

11 KG સેમી-લિક્વિડ, બેરલોમાં 782 KG લિક્વિડ ડ્રગ્સ મળ્યું

સુરતના કારેલીની ફેક્ટરીનું ડ્રગ્સ-કનેક્શન : DIG, ATS

ગુજરાત ATS દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન મળી આવ્યું હતું. સમગ્ર પદાર્થની કુલ અંદાજિત કિંમત અંદાજે રૂ. 51.409 કરોડ થવા જઈ રહી છે, આ મામલે ગુજરાત ATS દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ 3 શખ્સો સિવાય તેમની સાથે મુંબઈ રહેતા મોહમદ યુનુસ તથા મોહમદ આદીલ પણ સામેલ છે. 

ATSને મળેલી ગુપ્ત માહિતી અનુસાર, અન્ય આરોપી મુંબઈના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા, ત્યારે મુંબઈ ખાતે બાતમીવાળા ફ્લેટમાં રેડ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું સામે આવ્યું હતું, જ્યાંથી ગુજરાત ATSએ 10.969 કિ.ગ્રા. સેમી-લિક્વિડ મેફેડ્રોન તથા બેરલોમાં ભરેલ 782.263 કિ.ગ્રા. લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 800 કરોડની થાય છે, ત્યારે હાલ તો ગુજરાત ATSને નશાના કારોબારમાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને ઝડપી સુરતના કારેલીની ફેક્ટરીના ડ્રગ્સ-કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.

Latest Stories