કોરોના હજુ ગયો નાથી..! ગુજરાતમાં ફરી કોરોનાએ સ્પીડ પકડી આજે 179 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી
ગુજરાતમાં એક બાજુ કમોસમી વરસાદ વચ્ચે કોરોનાએ માથું ઉચકતા તંત્રની ચિંતા વાંચે ગઈ કાલ કરતાં આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે..
BY Connect Gujarat Desk18 March 2023 4:32 PM GMT

X
Connect Gujarat Desk18 March 2023 4:32 PM GMT
ગુજરાતમાં કોરોના ફરી બેકાબુ થવાની રફ્તારમાં આગળ વધી રહ્યો છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 179 પોઝીટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ છે..
ગુજરાતમાં આજે કોરોનાના 179 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા નોંધાયો છે. તેમજ આજે 45 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 655 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 45 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 668 લોકોને રસી અપાઈ છે.
Next Story