Connect Gujarat
ગુજરાત

Gujarat Election ૨૦૨૨ : પ્રધાનમંત્રી મોદી આજે 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે

Gujarat Election ૨૦૨૨  : પ્રધાનમંત્રી મોદી આજે 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે.

Next Story