ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતીનું ફાઈનલ પરિણામ કર્યું જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન

New Update
svssss

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છેઅને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. નોધનીય છે કે, જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. 

css



ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ભરતી હાથ ધરવામાં આવે છે. ગત વર્ષે 2025માં પીએસઆઇની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બિન હથિયારી પીએસઆઇની 472 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઇ તબક્કા વાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રતમ તબક્કામાં 4 લાખ 60 હજાર જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

cssscs



આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગત 13 એપ્રિલના કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી ક્વોલિફાઈડ થયેલા 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. નિયમોને આધીન કુલ 1025 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2025 દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ 23 ફેબ્રુઆરી પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પીએસઆઇની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું.

Latest Stories