/connect-gujarat/media/media_files/2025/03/08/ctYEMLbFCoAfxJqAFhfZ.jpg)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આગામી 13 એપ્રિલ, 2025 (રવિવાર) ના રોજ યોજાશે. ભરતી બોર્ડ દ્વારા આ અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
થોડા સમય પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board Official) દ્વારા PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો શારીરિક કસોટીમાં સફળ થયા છે તેઓ હવે લેખિત પરીક્ષા આપશે. ભરતી બોર્ડ દ્વારા 8 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યના 15 કેન્દ્રો પર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું. આ કસોટી પૂર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
હવે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025 રવિવારના રોજ યોજાશે. પરીક્ષામાં બે પેપર હશે - પેપર-૧ અને પેપર-૨, અને બંને પેપર ત્રણ-ત્રણ કલાકના રહેશે અને એક જ દિવસે લેવામાં આવશે. ઉમેદવારોને વધુ માહિતી માટે ભરતી બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.