ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની કરી જાહેરાત, નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ શનિવારે મોડી રાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

New Update
bjp

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક કરાયા બાદ શનિવારે મોડી રાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. નવી સંગઠનની ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમજ અનિરૂદ્ધ દવે, ડૉ.પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

605141938_1444231187066486_5789323100181092293_n

605537966_1444231140399824_3389079730970196052_n



ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 મહામંત્રી અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. સંગઠનની બાકી રહેલી નિમણૂંકોની જાહેરાત કરાઈ છે. મહામંત્રી તરીકે કચ્છના અનિરૂદ્ધ દવે, રાજકોટના ડો. પ્રશાંત કોરાટ, ખેડાના અજય બ્રહ્મભટ્ટ, સુરેન્દ્રનગરના હિતેન્દ્ર ચૌહાણની વરણી કરવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની વરણી કરાઈ છે. મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની વરણી કરવામાં આવી છે. ડો. પરિન્દુ ભગત કોષાધ્યક્ષ જ્યારે મોહન કુંડારીયાન સહકોષાધ્યક્ષ બનાવાયા છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરાઈ છે.

Latest Stories