ગુજરાતના પ્રોફેસર ડો. તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ ભૂષણ એવોર્ડ

ગુજરાતની હસ્તીઓને 6 માર્ચના રોજ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા

New Update
ગુજરાતના પ્રોફેસર ડો. તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ ભૂષણ એવોર્ડ

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂના વરદહસ્તે ગુજરાતના પ્રોફેસર ડો. તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી ઉપરાંત મેડિસિન ક્ષેત્રે ડો. યઝદી એમ. ઇટાલિયાને પણ પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદહસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા ગૃહમંત્રી અમીત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની હસ્તીઓને 6 માર્ચના રોજ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના 47 દિવસ બાદ તેમને રાષ્ટ્રપતિના વરદહસ્તે પદ્મપુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા.

Latest Stories