ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી પરીક્ષા મોકૂફ

New Update
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી પરીક્ષા મોકૂફ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 25થી 30 સપ્ટેમ્બર સુધી લેવાનારી ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર રાજયના વિવિધ સરકારી વિભાગોમાં સરકારી કર્મચારીઓ માટે યોજાતી ખાતાકિય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તારીખ 25.09.2023 થી તા. 30.09.2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મંડળ દ્વારા નવી તારીખો નક્કી થયા બાદ ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Latest Stories